કોરોના વાઇરસના કારણે બગદાણા ધામ બંધ - કોરોના વાઇરસ
🎬 Watch Now: Feature Video

ભાવનગર: જિલ્લાના જગવિખ્યાત બજરંગધામ બગદાણા ખાતે બજરંગદાસ બાપાના દર્શન લોકો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. બગદાણા મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનને અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવ્યા છે. કોરોનાના કહેરથી બચવા જ્યારે સમગ્ર દેશમાં સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે, ત્યારે મોટાભાગના મંદિરોને હાલ બંધ કરી દેવામાં આવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં ભક્ત સમુદાય ધરાવતા આ મંદિરને પણ બંધ કરી દેવામાં આવ્યું છે.