વલસાડના બંદર રોડ ઉપર ઔરંગા નદીના પાણી ફરી વળ્યાં - ફાયરની ટિમ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4041440-thumbnail-3x2-vld.jpg)
વલસાડઃ શહેરની ઔરંગા નદીનું પાણી રવિવારે દરિયામાં ભરતી હોવાને દરિયામાં જઇ શક્યું નહોતુ તે પાણી કલાકો સુધી નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલુ રહ્યું હતુ. વલસાડ શહેરના ઔરંગા નદીમાં પુર આવતા બંદર રોડ ઉપર આવેલ પીચિંગના પુલ ઉપર કમર સુધીના પાણી ફરી વળ્યાં હતા. જેને પગલે હિંગળાજ, હનુમાન, ભાગડા જેવા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા,
વરસાદી પાણીના લીધે પોલીસ દ્વારા બ્રિજના બન્ને છેડા બંધ કરવામાં આવ્યા હતા. જેમાં ફાયરની ટિમ પણ તૈનાત રાખવામાં આવી હતી. જોકે આ સમગ્ર બાબતે સ્થાનિકોએ ઇટીવી ભારત સાથે ખાસ વાત ચિત કરી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, વર્ષોથી આ પાણી ભરાવાની સમસ્યા છે. પરંતુ આ સમસ્યા માટે હજુ સુધી કોઈ નક્કર ઉપાય આવ્યો નથી. જેથી દર વર્ષે રહેણાક વિસ્તારમાં ચોમાસામાં નદીના પાણી ફરી વળે છે લોકોને તકલીફ થાય છે.