કાલોલ પાલિકાના ઉપપ્રમુખ પદે આશિષ સુથારની વરણી - પંચમહાલ
🎬 Watch Now: Feature Video

પંચમહાલઃ જિલ્લાના કાલોલ નગરપાલિકાના ઉપપ્રમુખ મહેન્દ્ર બેલદારનું નામ પુરવઠા કૌભાંડમાં આવતા જ રાજીનામુ આપ્યા બાદ ખાલી પડેલી જગ્યા પર નવા ઉપપ્રમુખની ચૂંટણી માટે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. જેમાં પાલિકાના સભ્યો હાજર રહ્યાં હતા. કોર્પોરેટર મહેન્દ્ર બેલદાર હાલોલ જ્યુડિશિયલ કસ્ટડીમાંથી પોલીસ દ્વારા પોતાનો મત આપવા માટે હાજર કરાયા હતા. જેમાં ભાજપના જિલ્લા સંગઠન તરફથી મેન્ડેટ ખોલતા આશિષ સુંદરભાઇ સુથારને મેન્ડેટ મળ્યું હતું. આ સિવાય અન્ય કોઈ વ્યક્તિની દાવેદારી ન હોવાથી નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી ગોધરા દ્વારા આશિષ સુથાર વોર્ડ નં (૨)ના કોર્પોરેટરને કાલોલ નગરપાલિકાના ઉપપ્રમુખ જાહેર કર્યા હતા. તમામ હાજર સભ્યોએ નવા ઉપપ્રમુખને અભિનંદન પાઠવ્યાં હતાં.