અરવલ્લીના 1.40 લાખ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન યોજનાનો લાભ મળશે
🎬 Watch Now: Feature Video
મોડાસા: ખેડૂતોના હિત માટે સમગ્ર દેશમાં આરંભાયેલ પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત લાભાર્થી ખેડૂતોને સહાય અને સહયોગ માટે સરકાર દ્વારા તારીખ 8 થી 23 ફેબ્રુઆરી દરમિયાન એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેની જાણકારી અંગે જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરની અધ્યક્ષતામાં કલેકટર કચેરી મોડાસા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. અરવલ્લી જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત એક લાખ 40 હજાર ખેડૂતોને આવરી લેવાની ઝુંબેશ હાથ ધરાઇ છે. જે પૈકી હાલ 63000 ખેડૂતો પાક ધિરાણનો લાભ મેળવી રહ્યાં છે. જ્યારે બાકી રહેતા ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ પાક ધિરાણ આપવા માટે જિલ્લામાં વહીવટીતંત્ર બેંકો સાથે મળીને તારીખ 23 ફેબ્રુઆરી સુધી વ્યાપક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં ખેડૂત ખાતેદારોને આ ઝુંબેશ દરમિયાન નિશુલ્ક ચાર્જ થી કાર્યવાહી કરી આપવામાં આવશે.