નડિયાદમાં વધતા કોરોના કેસોને લઈ સ્વૈચ્છિક લોકડાઉન લંબાવવા લોકોને અપીલ - નડિયાદમાં સ્વૈચ્છિક લોકડાઉનની અપીલ
🎬 Watch Now: Feature Video
ખેડાઃ નડિયાદ શહેરમાં દિવસેને દિવસે કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. રોજે રોજ ચિંતાજનક રીતે કેસ વધી રહ્યા છે. જેને પગલે નડિયાદ નગરપાલિકા દ્વારા 13 જુલાઈથી 20 જુલાઈ સુધી 12:00 વાગ્યા પછી દુકાનો, ધંધા-રોજગાર બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી. જેને શહેરમાં સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું હતું. જે બાદ પુન: નગરપાલિકા દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. જે મુજબ 21 થી 30 જુલાઈ સુધી બપોરે 12 વાગ્યા બાદ વેપાર ધંધા બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. જેને લઈ નડિયાદ શહેરમાં સવારે આઠથી બાર વાગ્યા સુધી જ તમામ બજારો, દુકાનો ખુલ્લી રહેશે. સમગ્ર ખેડા જિલ્લા સહિત નડિયાદમાં વધતા કેસોને લઈ શહેરમાં તેમજ જીલ્લામાં કોવિડ કેર સેન્ટર વધારવામાં આવ્યા છે. નડિયાદ શહેરમાં સતત વધી રહેલા કેસોને પગલે નડિયાદ નગરપાલિકા દ્વારા લોકોને સ્વૈચ્છિક લોકડાઉનની પુન: અપીલ કરવામાં આવી છે. મહત્વનું છે કે ખેડા જીલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટિવ દર્દીઓનો કુલ આંકડો 493 પર પહોંચ્યો છે.