વોશિંગ્ટન: ભારતીય-અમેરિકન કશ પટેલે શુક્રવારે ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના નવમા ડિરેક્ટર તરીકે સત્તાવાર રીતે શપથ લીધા હતા. તેમણે ભગવદ ગીતા પર હાથ રાખીને શપથ લીધા હતા. પટેલની ગર્લફ્રેન્ડ અને પરિવારજનો શપથ લેતી વખતે તેમની બાજુમાં ઉભા હતા. આગળની હરોળમાં પરિવારના અન્ય સભ્યો બેઠા હતા.
મીડિયા અહેવાલો અનુસાર, યુએસ સેનેટ દ્વારા ક્રિસ્ટોફર રેના સ્થાને નવમા એફબીઆઈ ડાયરેક્ટર તરીકેની પુષ્ટિ થયા બાદ કશ પટેલને યુએસ એટર્ની જનરલ પામ બોન્ડીએ આઈઝનહોવર એક્ઝિક્યુટિવ ઓફિસ બિલ્ડીંગમાં શપથ લેવડાવ્યા હતા. શપથ લીધા પછી, પટેલે કહ્યું કે, તેઓ અમેરિકન સ્વપ્ન જીવી રહ્યા છે અને કહ્યું કે, પ્રથમ પેઢીના ભારતીય પૃથ્વી પરના મહાન રાષ્ટ્રની કાયદા અમલીકરણ એજન્સીનું નેતૃત્વ કરવાના છે.
“I am living the American Dream. We will uphold the Constitution - we will uphold ourselves to the Constitution.” - FBI Director Kash Patel@FBIDirectorKash will ensure the FBI serves the American people and upholds its core mission to enforce justice FAIRLY. 🇺🇸 pic.twitter.com/mHkzopApBX
— The White House (@WhiteHouse) February 22, 2025
કશે કહ્યું કે, 'હું અમેરિકન સ્વપ્ન જીવી રહ્યો છું, અને જે કોઈને લાગે છે કે અમેરિકન સ્વપ્ન મરી ગયું છે, તે અહીં જુઓ. તમે પ્રથમ પેઢીના ભારતીય સાથે વાત કરી રહ્યા છો જે પૃથ્વી પરના મહાન રાષ્ટ્રની કાયદા અમલીકરણ એજન્સીનું નેતૃત્વ કરવાના છે. આવું બીજે ક્યાંય ન થઈ શકે.'
તેમણે FBI ની અંદર જવાબદારી સુનિશ્ચિત કરવા માટે પણ મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવી હતી. પટેલે કહ્યું કે, 'હું વચન આપું છું કે એફબીઆઈની અંદર અને બહાર મારી જવાબદારી હશે.' દરમિયાન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ પટેલને પોતાનું મજબૂત સમર્થન વ્યક્ત કર્યું અને તેમને 'ખડતલ, મજબૂત' વ્યક્તિ ગણાવ્યા.
🇺🇸 @FBIDirectorKash has officially been sworn in as the Director of the FBI by @AGPamBondi.
— The White House (@WhiteHouse) February 21, 2025
It’s time we restore integrity and justice at the FBI. MAKE AMERICA SAFE AGAIN! pic.twitter.com/XCyo6HzThf
એફબીઆઈ ડાયરેક્ટર તરીકે કશ પટેલના શપથ લેવા પર ટ્રમ્પે કહ્યું કે, 'હું તેને આ પદ પર રાખવા માંગુ છું કારણ કે એજન્ટો તેનું ખૂબ સન્માન કરે છે. તેઓ આ પદ સંભાળનાર અત્યાર સુધીના શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે ઓળખાશે.'
ટ્રમ્પે કહ્યું કે, 'જાણવા મળ્યું છે કે, તેમના માટે મંજૂરી મેળવવી ખૂબ જ સરળ હતી. તેનો પોતાનો અભિપ્રાય છે. આ પહેલા ગુરુવારે વ્હાઇટ હાઉસે કશ પટેલની નિમણૂકને કાયદાનું શાસન જાળવવાના એજન્ડાને લાગુ કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. વ્હાઇટ હાઉસે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, એફબીઆઇ હવે નિષ્પક્ષ અને પક્ષપાત વિના ન્યાય લાગુ કરવાના તેના મુખ્ય મિશન પર ધ્યાન કેન્દ્રિત કરશે.
WATCH: Kash Patel's full remarks after being sworn in as FBI Director:
— Rapid Response 47 (@RapidResponse47) February 21, 2025
" anyone who thinks the american dream is dead, look right here. you're talking to a first-generation indian kid who is about to lead the law enforcement community in the greatest nation on god's earth." pic.twitter.com/PQrCkme9az
પટેલે તેમના સમર્થન માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને એટર્ની જનરલ પામ બોન્ડીનો આભાર માન્યો હતો અને FBIમાં લોકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે તેમની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલાસ્કાના રિપબ્લિકન સેનેટર લિસા મુર્કોવસ્કી અને મેઈનના સુસાન કોલિન્સે પટેલના નોમિનેશનનો વિરોધ કર્યો હતો. તે જ સમયે, પટેલને સેનેટના લઘુમતી નેતા મિચ મેકકોનેલ સહિત રિપબ્લિકન પાર્ટીના અન્ય સભ્યોનું સમર્થન મળ્યું હતું. તેણે અગાઉ ટ્રમ્પના અન્ય ઉમેદવારોનો વિરોધ કર્યો હતો.
આ પણ વાંચો: