હોનારત ટળીઃ અંકલેશ્વરના ભાદી ગામે જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઇ, વીડિયો વાઇરલ - ભાદી ગામે જર્જરિત પાણીની ટાંકી
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભાદી ગામે જર્જરિત પાણીની ટાંકી તોડી પાડવામાં આવી હતી. ટાંકી તૂટવાનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં ટાંકી પત્તાના મહેલની જેમ માત્ર 15 સેકન્ડમાં જમીન દોસ્ત થઇ હતી. તકેદારી અગમ ચેતીના પગલાં લેવાને લઇ કોઈ જાનહાની સર્જાઇ નથી. અંકલેશ્વર તાલુકાના છેવાડે આવેલ ભાદી ગામ ખાતે વર્ષો જૂની પાણી જર્જરિત ટાંકી આવેલી છે. જે ગમે ત્યારે તૂટી પાડવાની ભીતિ હતી. જેને લઇ પંચાયત વિભાગે વરસાદના જર્જરિત ઇમારત તૂટી પાડવાની ભીતિ વચ્ચે તોડી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. રવિવારના રોજ સૃરક્ષિત રીતે તેને પાયામાં છેદ કરી તોડી પાડવામાં આવી હતી માત્ર 15 સેકન્ડમાં જ ટાંકી જમીન દોસ્ત થઇ હતી. ટાંકી તોડવામાં આવી રહી હોવાની વાત ગ્રામજનો આ જોવા દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટના મોબાઈલમાં રેકોર્ડ કર્યા બાદ તે વીડિયો વાયરલ થતા ઘટના સામે આવી હતી.