પાટણના સિદ્ધિ સરોવરમાં અજાણ્યા ઇસમે કરી આત્મહત્યા - મૃતદેહને પોસ્ટમોર્ટમ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8320414-thumbnail-3x2-ptn.jpg)
પાટણઃ શહેરના સિદ્ધિ સરોવરમાં છાશવારે અપમૃત્યુની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે, ત્યારે ગુરુવારે સવારના સુમારે એક અજાણ્યા ઇસમે સિદ્ધિ સરોવરમાં છલાંગ લગાવી હતી. આ સમગ્ર ઘટના સરોવરના કિનારે આવેલ મહાદેવના મંદિરમાં પૂજા કરીને બહાર જઈ રહેલા એક વ્યક્તિએ જોઈ હતી. તેણે આ બાબતે પાટણ નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરતા નગરપાલિકાના તરવૈયાઓ સિદ્ધિ સરોવર ખાતે આવી પહોંચીને યુવકની શોધખોળ હાથ ધરી હતી. કલાકોની જહેમત બાદ મૃતદેહને બહાર કાઢી પાટણ એ ડીવીઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.