વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે અંબાજી ભાજપ દ્વારા જનવંદના કાર્યક્રમ યોજાયો - વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણી
🎬 Watch Now: Feature Video
અંબાજીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 69માં જન્મદિવસને સમગ્ર દેશમાં સેવા સપ્તાહ તરીકે મનાવાઈ રહ્યો છે. આ ઉપરાંત ઠેર-ઠેર અનેક રીતે જન્મદિનની ઉજવણીઓ થઈ રહી છે. અંબાજીમાં પણ જળ વંદના કાર્યક્રમ સહિત વૃક્ષારોપણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. અંબાજી નજીક રીંછડીયા ખાતે ડેમમાં આવેલા નવા વરસાદી પાણીના વધામણા કરી જળ વંદના કરાઈ હતી અને જળપૂજા કરી શ્રીફળ, ચુંદડી અને ફુલ પધરાવાયા હતાં. આ ઉપરાંત કુંભારિયાની કાર્મેલ ઈંગ્લિશ સ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. કુંભારીયા ગ્રામ પંચાયત ખાતે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.