અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સામાન્ય સભા યોજી
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશને સામાન્ય સભા યોજી હતી. જેમાં શહેરમાં વકરી રહેલા રોગચાળા મુદ્દે વિપક્ષનો સત્તાપક્ષ પર આક્ષેપ કરવામાં આવ્યો હતો. બોર્ડની માસિક બેઠકમાં વિપક્ષ નેતા દિનેશ શર્માએ આક્ષેપ કર્યો કે, રોગચાળાને ડામવા મહાનગરપાલિકા નિષ્ફળ ગઈ છે. અમદાવાદ આરોગ્ય વિભાગ દ્વારા આંકડાઓની માયાજાળ બતાવવામાં આવે છે. તેમના જવાબમાં મેયર બીજલ પટેલે કહ્યું કે, આરોગ્ય વિભાગે રોગચાળા બાબતે રજુ કરેલી આંકડાકીય માહિતીને માયાજાળ ન કહી સાચા પુરાવા સાથેની વાત પર ચર્ચા કરીએ તો વધુ સારૂ. આરોપ પ્રત્યારોપ ન કરતા પ્રજાના હિતમાં કાર્ય કરીએ અને વિકાસના કામોને આગળ વધારીએ એવી આશા વ્યક્ત કરી હતી.