જનતા કરફ્યૂ બાદ ગોધરાના લોકોએ સેવા કર્મીનું અભિવાદન કર્યુ - After the janta curfew, the citizens of Godhra greeted
🎬 Watch Now: Feature Video
પંચમહાલ: દેશમાં ખતરનાક એવા કોરોના વાઇરસને દેશમાં ફેલાતો અટકાવવા માટે વડાપ્રધાન મોદીના જનતા કરફ્યૂના આહ્વાનને પ્રચંડ જન સમર્થન મળ્યું છે. આ સાથે કોરોના વાઇરસને કાબુમાં લેવા દિવસ-રાત મહેનત કરનારા કર્મચારીઓ, ડૉક્ટરો, પોલીસ, પત્રકારો અને સફાઈ કર્મચારીઓના માનમાં ગોધરાની સોસાયટીના તમામ લોકોએ તાળીઓ પાડી તેમજ થાળીઓ અને શંખનાદ કરી આભાર વ્યકત કર્યો હતો.