અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ટ્રાફિક પોલીસ ચોકી પરની જાહેરાતો પર પ્રતિબંધ મુક્યો - જાહેરાત
🎬 Watch Now: Feature Video

અમદાવાદઃ વિવિધ વિસ્તારોમાં આવેલી ટ્રાફિક પોલીસ ચોકીઓ પર જાહેરાત હવેથી નહીં કરી શકાય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ હોર્ડિંગ હટાવી લેવાનો આદેશ સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવ્યો છે. ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. તંત્રની મંજૂરી વગર જાહેરાત કરવામાં આવતા AMCએ આ નિર્ણય કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેક્સમાં આપેલા સમય પણ લંબાવવામાં આવ્યો છે. આ સાથે તારીખ 16-1-2020થી 15-2-2020 સુધીમાં ભરવાની જાહેરાત કરાઈ હતી, પરંતું હવે 15-3-2020 સુધી ટેક્સના વ્યાજમાં રિબેટ આપવામાં આવશે. જેમાં ઝુંપડા વિસ્તારમાં સો ટકા અને સામાન્ય રહેણાંકમાં ૫૦ ટકા રાહત આપવામાં આવશે.
Last Updated : Feb 14, 2020, 7:10 AM IST