જેતપુરમાં કોરોના સંક્રમણ અટકાવવા તંત્રએ ચેકિંગ શરૂ કર્યું - રાજકોટના તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video
રાજકોટ: જેતપુર નવાગઢ નગરપાલિકા અને નાયબ મામલતદાર દ્વારા જેતપુર શહેરમાં કોરોનાની ગાઈડલાઈન્સ મુજબ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન જેતપુરના એમ.જી રોડ, સરદાર ચોક અને નવાગઢ વિસ્તારમાં ચેકિંગ કરતાં શક્તિ સોડા શોપ, સરદાર પાન અને એ.પી.પાનની દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું નહોતું. જેથી તંત્ર દ્વારા આ ત્રણેય દુકાન સીલ કરવામાં આવી છે.