જૂનાગઢના કેશોદ તાલુકામાંથી 1250 જેટલા પરપ્રાંતીય મજૂરો પોતાના વતન મોકલાશે - પરપ્રાંતીય મજૂરો પોતાના વતન મોકલાશે
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ જિલ્લાના કેશોદ તાલુકામાં અગાઉ એસટી દ્વારા પરપ્રાંતીય મજૂરોને પોતાના વતન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યાર બાદ ફરીથી બાકી રહેલા પરપ્રાંતીય મજૂરોને પોતાના વતન જવા તંત્ર દ્વારા મંજૂરી આપવામા આવતા કેશોદ શહેર ઉપરાંત તાલુકાભરના ગ્રામ્ય વિસ્તારોમાં રહેલા પરપ્રાંતીય મજૂરોની યાદી તૈયાર કરવામાં આવી હતી. જે મુજબ તંત્ર દ્વારા શુક્રવારે મજૂરોને એસટી દ્વારા જૂનાગઢ રેલવે સ્ટેશન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શુક્રવારના રોજ કેશોદ એસટી ડેપોમાં જુદા જુદા ડેપોની એસટીઓ સ્ટાફ બોલાવી એસટી બસ તૈયાર કરવામાં આવી હતી. જે માટે પીઆઈ સહીતનો પોલીસ સ્ટાફ તથા મામલતદારએ નિરક્ષણ કરી મજૂરોને ફુટ પેકેટ, પીવાના પાણી સહીતની વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. શુક્રવારે બપોર બાદ કેશોદ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાંથી એસટીઓ મારફત પરપ્રાંતીય મજૂરોને ગામડે-ગામડે લેવા જવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. જેને જૂનાગઢ રેલ્વે સ્ટેશન સુધી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં પરપ્રાંતીય મજૂરોના મેડીકલ ચેકઅપ આધાર કાર્ડ સહીતના આધાર પુરાવા સાથે તંત્ર દ્વારા કરવામા આવેલ યાદી મુજબ 36થી વધુ એસટી દ્વારા આશરે 1250 જેટલા મજૂરોને જુનાગઢ રેલ્વે સ્ટેશન પહોંચાડવામાં આવી રહ્યા છે.