પાટણમાં મહિલાઓએ સામા પાંચમ વ્રતની કરી ઉજવણી
🎬 Watch Now: Feature Video
પાટણઃ ભારતીય સંસ્કૃતિમાં ભાદરવા સુદ પાંચમને ઋષિ પાંચમ કે સામા પાંચમ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે રવિવારે પાટણમાં વિવિધ જગ્યાઓ પર મહિલાઓ દ્વારા માટીમાંથી બનાવેલા ઋષિઓની શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરવામાં આવી હતી અને વર્ષ દરમિયાન જાણે-અજાણે થયેલી ભૂલ બદલ ક્ષમાયાચના કરી પરિવાર અને પોતાનું આરોગ્ય તંદુરસ્ત રહે તેવી પ્રાર્થના કરી હતી. જિલ્લામાં ધોધમાર વરસાદ વચ્ચે પણ મહિલાઓએ સામા પાંચમ વ્રતની ભક્તિમય માહોલમાં ઉજવણી કરી હતી.