અમદાવાદઃ વાલીમંડળમાં રોષનો માહોલ, છ મહિનાની ફી માફ કરવા સરકારને ઉગ્ર રજૂઆત
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ દેશ કોરોનાની મહામારી સાથે ઝઝૂમી રહ્યો છે, ત્યારે સરકાર એક સત્રની ફી માફ કરો તેવી માગ ઉઠી છે. જો સરકાર નહીં સાંભળે તો 28મી જૂનથી આંદોલન કરવાની ચીમકી વાલી મંડળે ઉચ્ચારી છે. કોરોનાના આ કપરા કાળમાં મધ્યમ અને ગરીબ વર્ગની હાલત કફોડી થઈ છે. ખાનગી શાળાના સંચાલકો ફી ભરવા વાલીઓને દબાણ કરી રહ્યા છે, ત્યારે વાલી હવે લડી લેવાના મુડમાં જણાઈ રહ્યા છે. વાલીઓની રજૂઆત છે કે સરકાર એક સત્રની ફી માફ કરાવે. જો સરકાર નહીં સાંભળે તો આગામી 28મી જૂનથી આંદોલન કરવાની ચીમકી વાલી મંડળે ઉચ્ચારી છે. બીજી તરફ શિક્ષણ પ્રધાન દ્વારા વાલીઓને નવેમ્બર સુધી એકસાથે નહીં પણ મહિને મહિનેથી ભરી શકાશે તેવી વાત કરી છે. જેને લઇ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓએ સ્કુલમાં શિક્ષણ નહીં તો ફી નહીં અભિયાન ચલાવ્યું છે. આ વેદના સરકારે નહીં સાંભળતા વાયુ હવે વિપક્ષ પાસે પહોંચ્યા હતા વાલીઓ વતી વાલીમંડળના નરેશ શાહ પ્રકાશ કાપડિયા અમિત પંચાલ સહિતના પ્રતિનિધિઓએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાથે મુલાકાત કરી વિપક્ષે આ મામલામાં દરમિયાનગીરી કરવા રજૂઆત કરી હતી. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ વાલીઓને આ માગને યોગ્ય ગણાવી છે.