વડોદરા શહેરમાં નશીલા પ્રદાર્થ વેચતો પાનના ગલ્લાવાળો ઝડપાયો - વડોદરામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સઘન તપાસ અને દરોડા
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5197800-thumbnail-3x2-vdonashi.jpg)
વડોદરા: શહેરના જૂના પાદરા રોડ વિસ્તારના પાનના ગલ્લા પરથી સિરપની બોટલો મળી આવતા પોલીસે દુકાનદારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી જાહેરમાં કે, ખાનગી જગ્યાઓ પર વ્યસન કરતા સ્થળો પર કે, જ્યાં યુવાનો નશા કરતા હોય તેવા સ્થળો પર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સઘન તપાસ અને દરોડા પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને નશાના માર્ગ પરથી પાછા વાળવાનો પ્રયાસ છે. જેથી યુવાનો પોતાની જિંદગી નશા પાછળ બરબાદ ન કરે. જેના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચની ટીમે નશા માટે ઉપયોગમાં લેવાતી દવાઓ શોધવા માટે મેડિકલ સ્ટોરોમાં , પાનના ગલ્લાઓ ઉપર ચેકિંગ શરૂ કર્યું હતું. શહેરના જૂના પાદરા રોડ વિસ્તારના પાનના ગલ્લા પરથી સિરપની બોટલો મળી આવતા સિરપનું વેચાણ કરતા શખ્સ સામે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.