વિશ્વભરમાંથી કોરોનાને નાથવા વડોદરાથી અયોધ્યા સુધી સાઇકલ દ્વારા સંકલ્પ યાત્રાનું આયોજન
🎬 Watch Now: Feature Video
પંચમહાલઃ સમગ્ર વિશ્વમાં કોરોનાએ ઘણા લોકોના જીવ લીધા છે. આ મહામારીમાં અનેક લોકોની નોકરીઓ જતી રહી છે તેમજ ઘણા ખરા લોકો પોતાની રોજગારી છોડી ડરના માર્યા પોતાના વતનની વાટ પકડી હતી. આજે પણ લોકો કોરોનાના ભય હેઠળ માસ્ક અને સેનિટાઈઝરના આધારે જીવી રહ્યા છે. સરકાર પણ કોરોના સામે લડવા ઘણા પ્રયત્નો કરી રહી છે. ત્યારે વડોદરાના જયપ્રકાશ હરિપ્રસાદ મહેતાએ એક અનોખો સંકલ્પ કર્યો છે. એમનું કહેવું છે કે, 21મી સદીમાં લોકો ભલે મારા આ સંકલ્પને અંધશ્રદ્ધા કહે છે પણ મને ભગવાન પર અતૂટ શ્રદ્ધા છે. જેઓ દ્વારા આ કોરોના મહામારીથી દેશ સહિત સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એ ઉમદા હેતુથી વડોદરાથી અયોઘ્યા સુધી સાઇકલ દ્વારા એક સંકલ્પ યાત્રાનું આયોજન કર્યું છે. જે આજરોજ સોમવારે જિલ્લાના ઘોઘમ્બા તાલુકાના દામાવવા ખાતે આવી પહોંચ્યા હતા. તેઓ એકલા જ આ યાત્રામાં જોડાયા છે અને સ્વખર્ચે જ યાત્રા કરી રહ્યા છે. આ ઉપરાંત તેમણે બનાવેલા બોર્ડ પર તેઓએ સૂચના મારી છે કે કોઈ દાન કે દક્ષિણા આપવી નહીં.