હૈદરાબાદ: ગયાનાના રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનના કાર્યાલયોના એક પ્રતિનિધિમંડળે બુધવારે અહીં રામોજી ફિલ્મ સિટી ખાતે ETV ભારતના હેડક્વાર્ટરની મુલાકાત લીધી.
આ મુલાકાત ગયાનાના પત્રકારો અને મીડિયા પ્રોફેશનલ્સ માટેના ITEC-મીડિયા મેનેજમેન્ટ પ્રોગ્રામનો એક ભાગ હતો. આ પ્રતિનિધિમંડળની મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગયાનાની તાજેતરની મુલાકાતની બાદ આવી છે. બે સપ્તાહનો આ કાર્યક્રમ ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા સ્પોન્સર કરેલો છે.
15 સભ્યોના પ્રતિનિધિમંડળમાં કૅમેરા વિભાગના ટેકનિકલ મેનેજરો, વિડિયોગ્રાફર્સ, સંપાદકો અને સોશિયલ મીડિયા કન્ટેન્ટ ઑફિસરોનો સમાવેશ થાય છે, જેઓ નેશનલ કમ્યુનિકેશન નેટવર્ક, વડા પ્રધાન અને ગયાનાના રાષ્ટ્રપતિની જાહેર માહિતી શાખામાં કાર્યરત છે.
રામોજી ફિલ્મ સિટી ઉપરાંત, પ્રતિનિધિમંડળે હૈદરાબાદના અન્ય ઐતિહાસિક સ્થળોની પણ મુલાકાત લીધી હતી. જેમાં ચારમિનાર, ગોલકોંડા ફોર્ટ અને લેસર શો અને ટી-હબ સ્ટાર્ટ-અપ ઇન્ક્યુબેશન સેન્ટર ઉપરાંત યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત હેરિટેજ સાઇટ્સ- રામપ્પા મંદિર અને વારંગલમાં 1000 સ્તંભોના મંદિરનો સમાવેશ થાય છે.
રામોજી ફિલ્મ સિટી અને ETV ભારતની પ્રતિનિધિમંડળની મુલાકાતના અનુભવને વ્યક્ત કરતા, PMO, ગયાના સરકારના જાહેર માહિતી વિભાગના ટેકનિકલ મેનેજર તેજપોલ બ્રિજમોહને જણાવ્યું હતું કે, તેઓ પ્રતિષ્ઠિત રામોજી ફિલ્મ સિટીને જોઈને આશ્ચર્યસકિત છે.
બ્રિજમોહને કહ્યું કે, “રામોજી ફિલ્મ સિટીની મારી મુલાકાતને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. ETV Bharat દ્વારા કરવામાં આવેલ કાર્યોની વિશાળતા જોઈને હું આશ્ચર્યચકિત હતો. મારા સાથીદારો અને હું આ કામને જોઈને અવાક રહી ગયા, મને આશા છે કે અમે પોતાના દેશમાં પણ આ મુજબ કરી શકીશું."
ગયાના પ્રમુખના કાર્યાલયના ફોટોગ્રાફર લચમન સિંહે બ્રિજમોહનના મંતવ્યોને બેવડાવ્યા હતા. તેમણે કહ્યું કે, “મેં ક્યારેય આટલા ભવ્ય પ્રોજેક્ટ-રામોજી ફિલ્મ સિટી વિશે સાંભળ્યું નથી અને તેને જોયું નથી. શહેરના દરેક વિસ્તારના આશ્ચર્યજનક મુલાકાત રહી અને તેનાથી પણ ઉપર અમારી મુલાકાત ETV સ્ટુડિયો સાથે સમાપ્ત થઈ. ટેક્નોલૉજીની દ્રષ્ટિએ જટિલ સ્તર અને તે સંગઠનના મેનેજમેન્ટ અને સંચાલન માટે નાની વિગતો પ્રત્યેનું સમર્પણ એ ગુયાનામાં અમલમાં મૂકાય એ જોવાનું મને ગમશે."
પ્રેસિડેન્ટ ઓફિસના, ડિજિટલ કોમ્યુનિકેશન્સ ઓફિસર, તુરણલાલ સીચરણે જણાવ્યું હતું કે, “હું એટલું જ ઈચ્છું છું કે હું તેને વધારે જોઈ શકું. રામોજી ફિલ્મ સિટી માત્ર તેના વિશાળ સાઈઝના કારણે જ પ્રભાવશાળી નથી, પરંતુ તેના નિર્માતાઓએ જે વિગતો પર ભાર મૂક્યો છે તે ખરેખર પ્રભાવશાળી છે. બાહુબલીના સેટની મુલાકાત પ્રતિનિધિઓ માટે કાયમી યાદ રહેશે.”
તેમણે કહ્યું કે, ETV ભારતની મુલાકાત લેવી સન્માનની વાત છે. પ્રદર્શિત પ્રક્રિયાઓ અને તકનીકોને તે સ્ટાન્ડર્ડ તરીકે રાખવામાં આવશે જેની સાથે અમે અમારી પોતાની સિસ્ટમની તુલના કરીએ છીએ અને તેના તરફ લક્ષ્ય રાખીએ છીએ."
આ પણ વાંચો: