વડોદરામાં સરદાર એસ્ટેટ ચાર રસ્તા નજીક સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી - Fire brigade
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6964129-405-6964129-1587995110410.jpg)
વડોદરાઃ શહેરના સરદાર એસ્ટેટ ચાર રસ્તા નજીક ડભોઇ દશાલાડ વાડીની સામે ખુલ્લા મેદાનમાં સ્ક્રેપના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતાં સ્થાનિકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગમાં કેમિકલ સહિતનો સામાન સળગીને રાખ થઈ જતાં વધુ માત્રામાં નુકશાન થયું હોવાનું અનુમાન લગાવાયું છે. ત્યારે સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.