મોરબી જિલ્લાની નગરપાલિકાઓને ફાળવાઈ કરોડો રૂપિયાની ગ્રાન્ટ - ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8391626-430-8391626-1597229626709.jpg)
મોરબીઃ ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડ દ્વારા દર વર્ષે રાજ્યની દરેક નગરપાલિકાઓને લોકોના વિકાસ કામો કરવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. ત્યારે ચાલુ વર્ષે પણ આ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લાની ચાર પાલિકાઓને માળખાકીય સુવિધાઓ માટે રૂ. 11 કરોડની ગ્રાન્ટ ફળવાઈ છે. જેમાં મોરબી પાલિકાને રૂ. 5 કરોડ, હળવદ નગરપાલિકાને રૂ. 2.50 કરોડ, વાંકાનેર પાલિકાને અઢી કરોડ અને માળીયા પાલિકાને રૂ. 1 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. મોરબીની કલેક્ટર કચેરી ખાતે પ્રધાન સૌરભભાઈ પટેલ અને સ્વર્ણિમા 20 મુદ્દા અમલીકરણના અધ્યક્ષ આઈ. કે. જાડેજાના હસ્તે મોરબી જિલ્લાની ચારેય નગરપાલિકાને ગ્રાન્ટના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, પ્રમુખ કેતન વિલપરા, હળવદના ચીફ ઓફિસર સાગર રાડીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા તો મોરબી નગરપાલિકાને ગ્રાન્ટ મળતા મોરબી વાસીઓને સારી સુવિધા મળી રહેશે તેમજ અગામી બોર્ડમાં આ ગ્રાન્ટ બબાતે ચર્ચા કરીઓને ઉપયોગ કરવામાં આવશે.