ETV Bharat / state

જાગૃત મતદારના દર્શન કરાવતી યુવતી, લગ્નની પીઠી ચોળી કન્યા પહોંચી મતદાન કરવા - BILIMORA MUNICIPALITY ELECTION

બીલીમોરા નગરપાલિકા ચૂંટણીમાં મતદાનની શરૂઆત થઈ ગઈ છે. મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જાગૃત મતદારના દર્શન કરાવતી યુવતી
જાગૃત મતદારના દર્શન કરાવતી યુવતી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 16, 2025, 9:48 AM IST

નવસારી: રાજ્યમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉપરાંત રાજ્યના અમુક જિલ્લાઓમાં અને નગરોમાં આજથી એટલે કે 16 ફેબ્રુઆરીથી ચૂંટણી શરૂ થઈ રહી છે. ત્યારે બીલીમોરા નગરપાલિકા ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયું છે. ચૂંટણી દરમિયાન મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન એક મહાટવાની ઘટના બની છે.

જાગૃત મતદારના દર્શન કરાવતી યુવતી: ચૂંટણી એ સામાન્ય જનતાનું એક એવુ શાસ્ત્ર છે જેનો ઉપયોગ કરીને લોકો તેમના આગળના સારા ભવિષ્ય માટે આગેવાન ચુંટી શકે છે. આને આ બાબતને બિલીમોરાની એક દીકરી ખૂબ સારી રીતે સમજી ગઈ છે. બીલીમોરા ખાતે યોજાઈ રહેલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં બીલીમોરાની દીકરી લગ્નની પીઠી ચોળેલી સ્થિતિમાં મતદાન કરવા પહોંચી હતી.

લગ્નની પીઠી ચોળેલી સ્થિતિમાં બીલીમોરાની દીકરી મતદાન કરવા પહોંચી (Etv Bharat Gujarat)

મતદાનની પવિત્ર ફરજ અદા કરી યુવતી લગ્નની વિધિમાં જોડાઈ: લોકશાહીને મજબૂત કરવા માટે મતદાન ખૂબ મહત્વનું પાસું છે ત્યારે મતદાનના મહત્વ સમજીને બીલીમોરા શહેરના દેસરા વિસ્તારમાં રહેતી યુવતીએ લગ્ન મંડપથી સીધા આવીને મતદાન કર્યું હતું. લગ્નના બંધનમાં બંધાય એ પહેલા મતદાન કરીને પોતાની ફરજ નિભાવી છે. મતદાન બાબતે અતિ જાગૃતતા દર્શાવી યુવતીએ પોતાનો નાગરિક ધર્મ નિભાવ્યો છે ત્યારે અન્ય મતદારોને પણ મતદાન માટેની અપીલ કરી રહી છે.

લગ્નની પીઠી ચોળેલી સ્થિતિમાં બીલીમોરાની દીકરી મતદાન કરવા પહોંચી

ચૂંટણી આજથી શરૂ: બીલીમોરા નગરપાલિકા સામાન્ય ચૂંટણીનું મતદાન આજે વહેલી સવારથી શરૂ થયું છે. પાલિકાના 9 વોર્ડની 36 બેઠકોમાંથી ત્રણ બેઠકો ભાજપ એ બિનહરીફ જીતી છે. જ્યારે 33 બેઠકો ઉપર 93 ઉમેદવાર પોતાના નસીબ અજમાવી રહ્યા છે. પાલિકામાં 42,000 થી વધુ મતદારો નોંધાયા છે, જે વહેલી સવારથી મતદાન મથકો ઉપર પોતાનો મત આપવા માટે લાઈન લગાવી રહ્યા છે.

આ પણ વાંચો:

  1. રાજ્યમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, જાણો શું છે આ ચૂંટણીના દરેક પાસા...
  2. આજે પાલિકા-પંચાયતોની 1962 બેઠક માટે મતદાન, 18 ફેબ્રુઆરીએ પરિણામ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.