રાજકોટમાં શોટ સર્કિટના પગલે ગેરેજમાં લાગી આગ - Rajkot Latest News
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ 150 ફૂટ રિંગ રોડ નજીક અયોધ્યા ચોક પાસે આવેલ એક મોટર ગેરેજમાં અચાનક આગ લાગી હતી. તે દરમિયાન ગેરેજમાં પડેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગ એટલી પ્રચંડ હતી કે રોડ પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકોમાં પણ થોડા સમય માટે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. શોટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.