ગોધરા પાસે એસટી બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત, મુસાફરોનો આબાદ બચાવ - st bus accident news
🎬 Watch Now: Feature Video

ગોધરા: વીરપુરથી સુરત જવા નીકળેલી સુરત ડેપોની એસટી બસ છબનપુર ગામ હાઇવે પાસેથી પસાર થઈ રહી હતી, તે સમયે પાછળથી સ્પીડમાં આવતા કન્ટેનર સાથે અથડાતાં બસમાં બેઠેલા મુસાફરો માટે જીવનું જોખમ ઉભું થયું હતું. પરંતુ સદનસીબે કોઈ મુસાફરને જાનહાની થઈ ન હતી. એસટી વિભાગના અધિકારીઓને બનાવ અંગેની જાણ થતા તેઓ ઘટના સ્થળે દોડી આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે કન્ટેનરનો ચાલક કન્ટેનર છોડી ફરાર થઈ ગયો હતો.