આટકોટમાં લગ્નન મંડપ મુહૂર્તમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ આટકોટના પટેલ યુવાને લગ્ન દિવસને યાદગાર બનાવવા અને સેવા કરવા પોતાનાં લગ્નનાં મંડપ મુહુર્તમાં જ રક્તદાન કેમ્પનું આયોજન કરી ઉમદા ઉદાહરણ પુરૂ પાડયું હતું. વરરાજાએ પોતાના લગ્નના મંડપ મુહૂર્તના દિવસે પહેલા બ્લડ આપી રક્તદાન કેમ્પની શરૂઆત કરી હતી. આટકોટના પટેલ યુવાન બળદેવ રમેશભાઇ કાનાણીના લગ્નનું મંડપ મુહૂર્ત હતુ અને સાથોસાથ આટકોટની કામધેનુ ગૌશાળામાં અવાર-નવાર દાનનો ધોધ વર્ષાવતા હતા અને તેમના ફુવા હિંમતભાઇ મુળજીભાઇ ભાતીયાનું તાજેતરમાં અવસાન થતા તેમને શ્રદ્ધાંજલી આપવા રક્તદાન કેમ્પનું આયોજન કર્યુ હતું. જેમાં 108 બોટલ રક્ત એકત્રીત થયુ હતું. આ રકતદાન કેમ્પ પાળીયાદની પ્રખ્યાત વિસામણબાપુની જગ્યાનાં સંચાલક ભયલુભાઇના સહયોગથી કામધેનુ ગૌશાળાના આયોજન હેઠળ બોટાદના સોનાલીબેન અપુર્વભાઇ શાહ બ્લડ બેંકનો પણ સહયોગ રહ્યો હતો.