કડાણા ડેમમાંથી 7 લાખ ક્યુસેક પાણી છોડવાની તંત્રની જાહેરાત - કડાણા ડેમમાંથી 7 લાખ ક્યુસેક છોડવાની તંત્ર દ્વારા જાહેરાત
🎬 Watch Now: Feature Video
આણંદઃ કડાણા ડેમમાંથી શુક્રવાર સાંજે 7 વાગ્યા આસપાસ 7 લાખ ક્યુસેક પાણી છોડવાની તંત્ર દ્વારા જાહેરાત કરાઈ હતી. ત્યારબાદ વહીવટી તંત્ર દ્વારા 12 જેટલા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પર કરવામાં આવ્યાં હતાં. આણંદ કલેક્ટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ દ્વારા જાહેર કરવામાં આવેલ તમામ ગામના તલાટી અને વિસ્તારમાં મામલતદાર અને પ્રાંત અધિકારીને હેડક્વાર્ટર ન છોડવા સૂચન કરવામાં આવ્યું હતું. સાથે પોલીસ દ્વારા સંવેદનશીલ નીચાણવાળા વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી સ્થાનિકોને નદીકાંઠાથી દૂર રહેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.