કૃષિબીલના વિરોધમાં મહેસાણા જિલ્લાના 6 માર્કેટયાર્ડ બંધ - The market yard in Mehsana will remain closed
🎬 Watch Now: Feature Video

મહેસાણા : સરકાર દ્વારા તાજેતરમાં રાજય સભા અને લોકસભામાં કૃષિ સુધારા બીલને પસાર કરતા હવે કૃષિ ક્ષેત્રે દેશ વ્યાપી વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે મહેસાણા જિલ્લામાં પણ શુક્રવાર 25 સપ્ટેમ્બરે જિલ્લા 6 માર્કેટિંગ યાર્ડ કૃષિ સુધારા બિલના વિરોધને સમર્થન કરતા બંધ રાખવાનો નિર્ણય ખેડૂતો, વેપારીઓ અને આગેવાનો દ્વારા લેવામાં આવ્યો છે. શુક્રવારના રોજ મહેસાણા, વિસનગર, ગોજારીયા, ઊંઝા, કુકરવાળાવ અને વિજાપુર માર્કેટિંગ યાર્ડમાં વિરોધને સમર્થન કરતા એપીએમસીમાં વેપાર હરાજી સહિતની તમામ કામગીરી બંધ રાખવામાં આવનાર છે. તેવી માહિતી માર્કેટયાર્ડના સૂત્રો દ્વારા પ્રસરતી થઈ છે. ત્યારે કૃષિ સુધારા બીલનો વિરોધ અને એપીએમસી બંધ એલાનની આગામી દિવસોમાં કેવી અસર પડે છે. તે જોવું રહ્યું જોકે રાજ્યસભા અને લોકસભા બાદ હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ કૃષિ સુધારા બિલ દેશમાં અમલી થઈ શકે છે..!