નર્મદાના 5 ગામો સંપર્ક વિહોણા, નર્મદા નદીના પાણી ફરી વળતા ગામો બેટમાં ફેરવાયા - નર્મદા નદી
🎬 Watch Now: Feature Video

નર્મદાઃ સરદાર સરોવર ડેમમાંથી 10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. ત્યારે નદી કિનારાના ગામોની પરીસ્થિતિ ખૂબ ખરાબ થઈ છે. ત્યારે નર્મદાના પાંચ ગામો હાલ બેટમાં ફેરવાયા છે. જેમાં મુખ્ય સહેરાવ ગામ છે. જેની આજુ બાજુમાં આવેલ વાંદરીયા, તરસાલ, રામપુરી, સોઢલીયા ગામ બેટમાં ફેવાયા છે. ત્યારે ગામમાં ફસાયેલા ગ્રામજનોએ જીવન જરૂરી વસ્તુઓ માટે બે હોડકા બોટની સગવડ કરી કામ ચલાવી રહ્યા છે. નર્મદા જિલ્લામાં છેલ્લા 5 દિવસથી નર્મદા બંધ માંથી છોડાતા પાણીને કારણે સહેરાવ ગામ બેટમાં ફેરવાયું છે. સહેરાવ ગામમાં 2500થી 3000 લોકોની વસ્તી ધરાવે છે અને તમામ લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. ગામની આજુ બાજુના ગામો પણ બેટમાં ફેરવાતા એક ગામમાંથી બીજા ગામમાં જવા કે આવશ્યક સેવાઓ માટે બોટનો સહારે લઇ બહાર જઈ રહ્યા છે. આજે આ ગામો બોટમાં ફેરવાયાને પાંચમો દિવસ થયો છે. ગામની 80 ટકા ખેતી પાણી તરબોળ થઈ ગઈ છે. ત્યારે લોકડાઉનમાં કેળા, કપાસ, શાકભાજી સહિત પાકો વેચાયા નહીંને ખોટ ગઈ છે. હવે નવું વાવેતર કર્યું ત્યારે નર્મદાના પાણી ભરાતા આ વર્ષે ખેડૂતોની મુશ્કેલી વધી છે. હાલ પાણી નર્મદા બંધમાંથી ઓછું થાય અને પાણી ઓસરે વાહન વ્યવહાર ચાલુ થાય એમ સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે.