દિલિપ કુમાર (Dilip Kumar)નું પાર્થિવ શરીર ઘરે જવા રવાના, સાંજે 5 વાગે થશે અંતિમ સંસ્કાર - દિગ્ગજ અભિનેતા દિલીપકુમાર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-12380659-thumbnail-3x2-dilip.jpg)
મુંબઈ : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર(Dilip Kumar)નું આજે મુંબઇમાં નિધન થયું હતું. તેમણે સવારે 7.30 વાગ્યે મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. દિલીપ સાહેબના મૃતદેહનેે હોસ્પિટલથી તેના પાલી હિલના ઘરે લઈ જવામાં આવી રહ્યો છે. જ્યાં તેમના અંતિમ દર્શન થઇ શકશે. દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાને કારણે 29 જૂને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિલીપકુમારના પરિવારના મિત્ર ફૈઝલ ફારૂકીએ દિલીપ સાહેબના ટ્વીટર એકાઉન્ટથી આ માહિતી શેર કરી છે. આ સમાચાર સામે આવતાની સાથે જ હિન્દી સિનેમાના ઘણા દિગ્ગજ સ્ટાર્સે સોશ્યલ મીડિયા પર પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે.આ