Water problem in Dwarka: દ્વારકાના નાના માંઢા ગામના લોકો છેલ્લા 2 મહિનાથી પાણી વંચિત - ઉનાળાની સાથે લોકોને પાણીની સમસ્યા

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 9, 2022, 8:50 PM IST

દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તાલુકામાં નાના માંઢા ગામના રબારી વાસ વિસ્તારમાં છેલ્લા 2 મહિનાથી નવા ચૂંટાયેલા સરપંચને આ માલધારી વિસ્તારમાંથી (Water problem in Dwarka)મતના મળેલ હોવાથી આ વિસ્તારમાં પાણી આપવાનું બંધ કરી નાખેલ હતું. એટલે આ વિસ્તારમાં રહેતા 300 જેટલા લોકોની પરીસ્થિતી(Dwarka Water Supply Department) કફોળી બની હતી. પીવાનું પાણી ન મળતાં અહી વસતા માલધારી સમાજની મહિલા ઓને ઘરથી 3 કિલોમીટર દૂર સુધી ભર બપોરે ઉઘારા પગે ચાલીને પાણી ભરવા જવું પડે છે. ત્યાંથી પણ પાઇપ લાઈન ના લીકેજ દ્વારા ભરાયેલ ખાડા માંથી દૂષિત પાણી ભરી પોતાનું ગુજરાન ચલાવવું પડે છે. તો બીજી તરફ માલધારી સમાજના ઢોર ઢાખરને પણ પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. હજુ તો ઉનાળાની શરૂઆત (Water problem to people with summer)જ થઈ છે ત્યારે આગળના દિવસોમાં અહીં વસતા લોકોને પીવાના પાણી માટે વધુ વલખા મારવા પડે તો નવાઈ નહી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.