જૂનાગઢમાં વિક્રમ સંવતનું નવું વર્ષ લઇને આવ્યું ઊંધિયાનું ચલણ - ઊંધિયાનું ચલણ
🎬 Watch Now: Feature Video
આજથી હિંદુ પંચાંગ મુજબ વિક્રમ સંવતનું નવું વર્ષ ( Vikram Samvant 2079 New Year in Junagadh ) શરૂ થયું છે ત્યારે પાછલા કેટલાક વર્ષોથી મકરસંક્રાંતિ બાદ નવા વર્ષના દિવસે ઊંધિયું ( Undhiyu Tradition ) ખાવાની વિશેષ પરંપરા સૌરાષ્ટ્રમાં શરૂ થઈ છે. જૂનાગઢમાં પણ લોકોએ નવા વર્ષને વધાવવા માટે ઊંધિયાની ખરીદી કરતાં જોવા મળ્યા હતાં. પ્રાકૃતિક રીતે ઉગાડવામાં આવેલા શાકભાજીમાંથી બનાવવામાં આવેલુ ઊંધિયું સ્વાદના રસિકો માટે ધીમે ધીમે પહેલી પસંદ બની રહ્યું છે. પહેલા મકરસંક્રાંતિના દિવસોમાં જ ઊંધિયાનું ચલણ જોવા મળતું હતું. પરંતુ હવે ધીમે ધીમે દિવાળી અને નવા વર્ષના ( Hindu New Year ) તહેવારોના સમયમાં પણ પ્રાકૃતિક શાકભાજી અને શુદ્ધ સિંગતેલમાંથી બનાવવામાં આવેલું ઊંધિયું લોકોની વિશેષ પસંદ ( junagadh new year celebration ) બની રહ્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST