Junagadh News : ગિરનારના ગુરુ દત્ત મહારાજના શિખર પર બબાલનો વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ, શું છે મામલો જૂઓ - ગુરુ દત્ત મહારાજના શિખર પર બબાલ
🎬 Watch Now: Feature Video

Published : Oct 3, 2023, 2:20 PM IST
જૂનાગઢ : ગિરનાર પર્વત પર આવેલા ગુરુ દત્ત મહારાજના શિખર પર જૈન અને હિન્દુ સમાજના સાધુસંતો અને આસ્તિકોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પાછલા ઘણા વર્ષોથી ગિરનાર પર્વત પર જૈન અને હિન્દુ સમાજ દ્વારા ધાર્મિક સ્થાનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સમગ્ર મામલો ન્યાયતંત્ર નીચે વિચારાધીન પણ છે. તેવામાં બે દિવસ પહેલાં દત્તાત્રેય શિખર પરપ્રાંતીય જૈન સમાજના લોકો નેમિનાથ મહારાજના દર્શન માટે આવ્યા હતાં, ત્યારે કોઈ બાબતને લઈને ઉગ્ર વાતાવરણ સર્જાયું હતું. આ બંને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હિન્દુ ધર્મના સાધુ ખૂબ ઉગ્ર જોવા મળી રહ્યા છે, તો અન્ય એક વીડિયોમાં જૈન સમાજની એક મહિલા દત્ત શિખર પર પડેલી ખુરશીને હાથેથી હડસેલી રહી હોય તેમ જોવા મળી રહી છે. સમગ્ર મામલાને લઈને વિભાગીય પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલીયાએ ટેલીફોનિક માહિતી આપતા જણાવ્યું હતું કે હિન્દુ અને જૈન સમાજ દ્વારા પણ ભવનાથ પોલીસ મથકમાં અરજી આપવામાં આવી છે. પોલીસ અરજીને આધારે તપાસ કરી રહી છે. રવિવારે મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્રના કેટલાક જૈન સમાજના લોકો ગિરનાર પર નેમિનાથ મહારાજની ચરણ પાદુકાના દર્શન કરવા માટે આવ્યા હતાં. ત્યારબાદ સમગ્ર મામલો બિચક્યો હતો.