ધંધોડા પાસે ટ્રેકટર પલટતાં 20 લોકો ઈજાગ્રસ્ત, મધ્યપ્રદેશથી પરત ફરી રહ્યાં હતાં દર્શનાર્થીઓ - છોટાઉદેપુરના ધંધોડા પાસે ટ્રેક્ટર પલટ્યું
🎬 Watch Now: Feature Video

છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં ઝરી ગામના ભાવિક ભક્તો મધ્ય પ્રદેશના અલીરાજપુર ખાતે દર્શનાર્થેથી પરત ફરતા વહેલી સવારે ટ્રેકટર પલટી ( Twenty Injured After Tractor Overturns )ખાઇ જતાં અકસ્માત ( Devotees Returning From Alirajpur In MP ) સર્જાયો હતો. ધંધોડા પાસે વહેલી સવારે ટ્રેકટર પલટી ખાતાં 20 જણ ઈજાગ્રસ્ત થયાં હતાં. ઈજાગ્રસ્તોને છોટા ઉદેપુરની જનરલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. ધંધોડા નવી વસાહતના પાટિયા પાસે ટ્રેકટરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટ્રેકટર પલટી ( Tractor Overturns Near Ghanghoda in Chhota udepur ) ખાઇ ગયું હતું. આ ટ્રેકટરમાં 40 જેટલા લોકો સવાર હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. એમપીના અલીરાજપુરથી પરત ફરતાં દર્શનાર્થીઓ આ અકસ્માતમાં 20 જેટલા લોકોને ઇજા પહોંચી છે જેઓને 108 દ્વારા છોટા ઉદેપુરની જનરલ હોસ્પિટલ ( Chhota Udepur General Hospital ) ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST