નવસારીમાં મેઘરાજા એન્ટ્રી થતા ગણપતિ મંડળના આયોજકો થયા ચિંતિત - entry of rain in Navsari
🎬 Watch Now: Feature Video
નવસારીમાં ફરી મેઘરાજાની એન્ટ્રી થતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. શહેરના જૂના ધાણા, ભારતી ટોકીઝ, અહિંસા દ્વાર પાસે પણ પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. બીજી તરફ નેશનલ હાઇવે નંબર 48 પર પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા. પૂરપાટ ઝડપે દોડતા હેવિ વાહનોની ગતિ પણ ધીમી પડી હતી. શહેરમાં ગણપતિ ઉત્સવ ચાલતો હતો આથી ગણપતિ મંડળ ના આયોજકોને (The organizers of Ganapati Mandal)પણ વરસાદ પડતા ચિંતામાં મુકાયા હતા. આયોજકોએ તત્કાલ વરસાદી પાણી મંડપમાં ના પ્રવેશે તે માટે તકેદારીના પગલાં લીધા હતા.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST