સાબરકાંઠામાં જિલ્લા કલેકટરે યોજી પ્રેસ કોન્ફરન્સ, લોકશાહીના પર્વની શાંતિપૂર્ણ માહોલમાં કરી શકાશેે ઉજવણી - સાબરકાંઠાના જિલ્લા કલેકટર પી સી
🎬 Watch Now: Feature Video
મુખ્ય ચૂંટણી અધિકારીએ જિલ્લા સેવા સદન ખાતે પ્રેસ કોન્ફરન્સ (District Collector of Sabarkantha held a PC) કરી. સાબરકાંઠા જિલ્લામાં આજથી ચાર વિધાનસભાઓ માટે આદર્શ આચારસંહિતાનો પ્રારંભ (Launch of model code of conduct four legislatures) થઈ ચૂક્યો છે, તેમજ જિલ્લામાં તમામ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરાયા છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર વિધાનસભામાં આવતા વેઝરપના મઠ ગામે માત્ર 67 ઉમેદવારો માટે મતદાન મથક બનાવાયું છે, તો બીજી તરફ જિલ્લામાં ખેડબ્રહ્મા વિધાનસભામાં ચાંગરૂપ મતદાન મથક ઉપર 1508 જેટલા મતદારો નોંધાયા છે. જોકે, આ વખતે સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ શકે તે માટે તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો કરાયા છે. જોકે, જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ શકે તે માટે સુરક્ષાની દ્રષ્ટિએ પણ અત્યારથી જ મતદાન મથકોને વિવિધ કેટેગરીમાં વહેંચણી કરાઈ છે. તેમજ સુરક્ષા કર્મીઓની ટીમો દ્વારા ચુસ્ત બંદોબસ્તની સાથો-સાથ શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટેના પ્રયાસો કરાયા છે.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST