Surat Diwali 2023 : દિવાળી પૂર્વે સુરત શહેરને દુલ્હન જેમ સજાવ્યું, ટેક્સટાઇલ માર્કેટનો અદ્ભુત ડ્રોન નજારો જુઓ
🎬 Watch Now: Feature Video
Published : Nov 7, 2023, 5:06 PM IST
સુરત : દિવાળી પૂર્વે સુરત શહેરમાં અદ્ભુત રોનક જોવા મળી રહી છે. સુરત શહેરમાં દિવાળીના તહેવારની ઉજવણીની તૈયારીના ભાગરૂપે ખરીદી અને રોશની કરવામાં આવી રહી છે. બજારોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના મુખ્ય બજારોને રોશનીથી સજાવવામાં આવી રહ્યા છે.
મુખ્ય બજારમાં રોશનીનો શણગાર : સુરત રિંગ રોડ ખાતે આવેલ તમામ ટેકસટાઇલ માર્કેટને પણ અનેક રંગોના લાઇટિંગ શ્રુંગર કરવામાં આવ્યા છે. ટેકસટાઇલ માર્કેટ જાણે રોશની અને હીરાની ચાદર ઓઢી હોય તેવું લાગી રહ્યું છે. આ માર્કેટને દુલ્હનની જેમ સજાવાયું છે. ત્યારે આ વિશેષ રોશની જોવા માટે મોડી રાત સુધી સુરતવાસીઓ બજારમાં ફરતા દેખાયા હતા.
સુરતનો અદ્ભુત ડ્રોન નજારો : ઉલ્લેખનિય છે કે, સુરતમાં કુલ 250 થી પણ વધુ ટેક્સટાઇલ માર્કેટ છે અને 75 હજાર જેટલા વેપારીઓ છે. સુરતમાં હાલ તમામ માર્કેટને રોશનીનો શણગાર કરી દુલ્હનની જેમ સજાવવામાં આવ્યા છે. આ અદ્ભુત નજારો ડ્રોન કેમેરા દ્વારા કેદ કરવામાં આવ્યો હતો.