ઉતરપ્રદેશમાં 5 દિવસથી અનાજની ગુણીમાં લાગી રહી છે ચમત્કારી આગ જુઓ વીડિયો - Raipur Village in Kasganj

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 8, 2022, 6:10 PM IST

કાસગંજમાં છેલ્લા 5 દિવસથી ગામડાના ઘરમાં રાખેલા સામાનમાં લોકોની સામે આપોઆપ આગ લાગી જાય છે. આ ઘટનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે. ત્યારે તપાસ માટે પહોંચેલા વહીવટી અધિકારીઓ પણ સમજી શકતા નથી કે આ ચમત્કાર છે કે રહસ્ય.સદર તાલુકા વિસ્તારના રાયપુર ગામમાં (Fire breaks out in raipur village ) રહેતા રૂપ કિશોર સોલંકીના ઘરમાં છેલ્લા 5 દિવસથી અચાનક આગ ફાટી નીકળી હતી. અજ્ઞાત કારણોસર આગની સેંકડો ઘટનાઓ બની છે. આ આગ કેવી રીતે લાગી તે હજુ રહસ્ય છે. આ મામલે તપાસ કરવા આવેલા અધિકારીઓ સામે જ અનાજ ભરેલી બોરીમાં આગ લાગતાં ગામમાં ખળભળાટ મચી ગયો હતો. આગની ઘટનાથી સમગ્ર ગામમાં ભયનો માહોલ છે. ગામની કોઈ વ્યક્તિ એ ઘરમાં પ્રવેશવાની હિંમત કરી શકતી નથી. કેટલાક તેને કુદરતી ઘટના કહી રહ્યા છે તો કેટલાક કહે છે, ભૂત-પ્રેતના વંટોળ છે. ગ્રામજનોએ વહીવટી તંત્રને ઉકેલ લાવવાની અપીલ કરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.