thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Sep 19, 2023, 9:38 AM IST

ETV Bharat / Videos

Bhuj Bus Accident: ભુજના રેલડી પાટિયા પાસે એસટી બસ પલટી, જુઓ વીડિયો

કચ્છ: ભુજના રેલડી પાટિયા પાસે એસટી બસ પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 5 થી વધુ લોકોને ઇજા પહોંચી હોવાના સમાચાર મળી રહ્યા છે. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મદદ વડે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ સ્ટાફના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચીને મુસાફરોને મદદ કરી હતી. ભુજ-અંજાર હાઇવે ઉપર નખત્રાણા-મહેસાણા બસ રેલડી પાસેના ફાટક પાસે પલટી મારી જતા આ બનાવ બન્યો હતો જેમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. એસટી બસના અકસ્માત વિશે મળતી પ્રાથમિક માહિતી મુજબ બપોરે 3.30 વાગ્યાની આસપાસ મહેસાણા નખત્રાણા રૂટની એસટી એકસપ્રેસ બસ ભુજ તરફ આવી રહી હતી ત્યારે કુકમા ગામ પસાર કર્યા બાદ હળવા વરસાદ દરમિયાન કોઈ કારણોસર પલટી મારી ગઇ હતી. આ અકસ્માતમાં સદભાગ્યે જાનહાનિ ટળી હતી પરંતુ કેટલાક મુસાફરોને મૂઢમાર સહિતની ઇજાઓ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. ઘટનાના પગલે પાસેના પોલીસ સ્ટેશનના સ્ટાફ અને ભુજ એસટી ડેપો મેનેજર પણ તેમના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચવા રવાના થયા છે. આ અકસ્માતનું કારણ હજુ અકબંધ છે.

  1. Ujjain Road Accident: ઈન્દોરથી જોધપુર જઈ રહેલી બસ ભારે વરસાદના કારણે પલટી, ત્રણના મોત, 10થી વધુ ઘાયલ
  2. Ahmedabad Accident: HL કોલેજ રોડ પર નબીરાએ બેફામ રીતે કાર ચલાવી ત્રણ લારીઓને અડફેટે લીધી, બાળકી સહિત બે લોકોને ઈજા

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.