એરપોર્ટ પર અનંત અંબાણી અને રાધિકા જોવા મળ્યા, સગાઈ બાદ પહેલીવાર જામનગરમાં - janhvi And boney kapoor At Jamnagar
🎬 Watch Now: Feature Video
જામનગર: જામનગર એરપોર્ટ પર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ (Anant And Radhika Ambani Jamnagar) જોવા મળ્યા હતા. જામનગર એરપોર્ટ પર ઊતરીને તેઓ સીધા રીલાયન્સમાં આવેલી ટાઉનશીપમાં જવા માટે રવાના થયા હતા.મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની સગાઈ થઈ ગઈ છે અને ખૂબ જલ્દી બંને લગ્ન બંધનમાં (Anant Ambani Wife) બંધાશે. ત્યારે સગાઈના બંધનમાં બંધાયા પછી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ જામનગર (Ambani Family Jamnagar) પહોંચ્યા હતા. બોલીવુડ સ્ટાર જાનવી કપૂર અને બોની કપૂર પણ ઉપસ્થિત રહ્યા હતા. સગાઈ થયા બાદ નવી જોડી પ્રથમ વખત રિલાયન્સ ટાઉનશીપ પહોંચી છે. એમના આગમનને લઈને રિલાયન્સ ટાઉનશિપને દુલ્હનની જેમ ડેકોરેટ કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા જ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી (Isha Ambani New Born Babies) પોતાના જોડિયા બાળકો સાથે ભારત આવી છે અને અંબાણી પરિવારે ઈશા અને તેના બાળકોના સ્વાગત માટે જોરદાર તૈયારીઓ કરી હતી. રાધિકા વિરેન મર્ચન્ટની પુત્રી છે. વિરેન મર્ચન્ટ એક હેલ્થકેર ફર્મના CEO છે અને રાધિકાએ પોલિટીક્સઅને ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. આ સાથે જ 2017 માં તે ઇસ્પ્રાવા ટીમમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કર્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:39 PM IST