Rain in Jamnagar : જામનગરમાં વરસાદથી મકાન અને વૃક્ષો ધરાશાયી, 1નું મોત - જામનગરમાં વરસાદ
🎬 Watch Now: Feature Video
જામનગર પંથકમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી (Rain in Jamnagar )રહ્યા છે.. ખાસ કરીને જામનગરમાં વરસાદ સહિત ગ્રામ્ય પંથકમાં પણ સારો એવો વરસાદ ખાબક્યો છે. જોકે ગઈકાલે જામનગર શહેરમાં પડેલા ભારે વરસાદમાં એક જર્જરિત મકાન ધરાશાયીથયું હતું. જામનગરમાં મકાન પડતાં મોતનો બનાવ પણ સામે આવ્યો હતો. મકાન પડી જતાં મહિલા ગંભીર રીતે ઘવાઇ હતી. મહિલાને સારવાર વખતે જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં મહિલાનું મોત (death in building collapsed in jamnagar ) નીપજ્યું હતું. તો જામનગરના કાલાવડમાં ગઈકાલે સ્કૂલ બસ તણાઈ હતી જેમાં 11 લોકો સવાર હતા તમામ 11 લોકોનો ગ્રામજનોએ બચાવ કર્યો છે. તો જામનગરમાં વૃક્ષો ધરાશાયી (Trees fell in Jamnagar)પણ થયા હતાં.જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વીજ વિભાગની અનેક ખામીઓ બહાર આવી છે.. ગ્રામ પથક તેમજ શહેરી પંથકમાં મોટા પ્રમાણમાં વીજ ફીટરો તેમજ ટ્રાન્સફોર્મર ખરાબ થવાની ઘટનાઓ (Power pole collapsed) બની હતી.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST