જૂનાગઢ: 22મી ડિસેમ્બરના દિવસે પ્રભાસ પાટણ પોલીસ મથકમાં એક વ્યક્તિ સામે દુષ્કર્મની ફરિયાદ એક મહિલા દ્વારા દાખલ કરવામાં આવી હતી. સમગ્ર મામલામાં પોલીસે પીડિતાની ફરિયાદને આધારે ફરિયાદમાં જે વ્યક્તિના નામનો ઉલ્લેખ કરાયો હતો તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. મહિલાની ફરિયાદમાં જે વ્યક્તિનું નામ હતું તે અમદાવાદ બાજુ હોવાની વિગતો સોમનાથ પોલીસને મળતા પોલીસે તેની અમદાવાદ ખાતેથી અટકાયત કરી હતી અને સોમનાથ પરત લાવી રહી હતી. આ સમયે તેણે એસિડ પીને આત્મહત્યાનો પ્રયાસ કરતા બે દિવસ બાદ તેનુ મોત થયું છે. હવે સમગ્ર મામલામાં મૃતક વ્યક્તિની પત્નીએ દુષ્કર્મની ફરિયાદ કરનાર મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરતા સમગ્ર કેસમાં નવો વળાંક આવ્યો છે.
દુષ્કર્મના કેસમાં આવ્યો નવો વળાંક
ગત 22 મી ડિસેમ્બરના દિવસે પ્રભાસ પાટણ પોલીસ મથકમાં મહિલાએ એક વ્યક્તિ પર દુષ્કર્મ અને જાતિ પ્રત્યે અપમાનિત કર્યાની પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. મહિલા દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરાતા પોલીસે સમગ્ર મામલામાં મહિલા દ્વારા જે વ્યક્તિને સામે ફરિયાદ દાખલ કરાવી છે તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસને મળેલી માહિતી અનુસાર ફરિયાદમાં જે વ્યક્તિના નામનો ઉલ્લેખ છે તે વ્યક્તિ અમદાવાદ નજીક હોવાની વિગતો મળતા જ સોમનાથ LCB તે શખ્સને પકડવા માટે અમદાવાદ પહોંચીને તેની ધરપકડ કરીને સોમનાથ તરફ લાવી હતી. આ દરમિયાન કેશોદ અને ગડુની વચ્ચે પોલીસ પકડમાં રહેલા વ્યક્તિએ કુદરતી હાજતે જતી વખતે એસિડ ગટગટાવી લીધું હતું. જે બાદ સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો હતો.
યુવકનું હોસ્પિટલમાં મોત
કેશોદ ગડુ રોડ પર ખાનગી હોટલમાં કુદરતી હાજતે જતી વખતે યુવકે એસિડ ગટગટાવી લેતા તેને પ્રથમ કેશોદ અને ત્યારબાદ જૂનાગઢ અને અહીંથી રાજકોટ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આ તેનું મોત થતા મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો હતો. ત્યારબાદ જે વ્યક્તિ પર દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેની પત્ની દ્વારા ફરિયાદી મહિલા સામે કેશોદ પોલીસ મથકમાં તેના પતિના મોત બાદ ફરિયાદ દાખલ કરતા દુષ્કર્મોનો મામલો હવે વધુ ચર્ચાસ્પદ પણ બનવાની સાથે ટોક ઓફ ધ ટાઉન કિસ્સો પણ બની રહ્યો છે.
સોશિયલ મીડિયા પર થયો પ્રેમ અને બાદમાં દુષ્કર્મની ફરિયાદ
જે મહિલા દ્વારા યુવક પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે, તેની વિગતો પણ ખૂબ જ ચર્ચાસ્પદ છે. ફરિયાદી અને મૃતક-ઈસમ બંને સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા. ફરિયાદી મુજબ આ સમયે મૃતક વ્યક્તિએ તેનું નામ ધવલ પરમાર બતાવીને મહિલા સાથે પહેલા પ્રેમનું નાટક કરી ત્યારબાદ લગ્નની લાલચ આપીને તેની સાથે અલગ અલગ જગ્યા પર દુષ્કર્મ આચરીને અંતે લગ્ન કરવાથી દૂર ભાગતા મહિલાએ મૃતક વ્યક્તિ સામે દુષ્કર્મ અને જાતિ પ્રત્યે હડધુત કર્યાની પોલીસ ફરિયાદ 22મી તારીખે પ્રભાસ પાટણ પોલીસ મથકમાં નોંધાવી હતી.
મૃતક ઈશમ સામે 13 ગુના રજીસ્ટર
મહિલાએ જે વ્યક્તિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી તે વ્યક્તિ સામે જુનાગઢ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 8 અને સોમનાથ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં 5 મળીને કુલ 13 જેટલા ગુના રજીસ્ટર થયા હતા. જેમાં છેતરપિંડી અને ચિટિંગના ગુનાઓનો સમાવેશ થાય છે. હાલ તો પોલીસે સમગ્ર મામલામાં ફરિયાદને આધારે વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: