Rain in Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે બોલાવી બેઠક, વાસણા બેરેજના બે દરવાજા ખોલાયાં - વાસણા બેરેજ
🎬 Watch Now: Feature Video
અમદાવાદમાં વરસાદના (Rain in Ahmedabad ) પગલે શહેરનો મોટાભાગનો વિસ્તાર પાણીમાં જોવા મળી રહ્યો હતો. જેણે સ્માર્ટ સિટી અમદાવાદનું જન જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. જેના કારણે મ્યુનિસિપલ કમિશનરે (Ahmedabad Municipal Commissioner)બેઠક બોલાવી હતી. સ્ટેન્ડીગ કમિટી ચેરમેન હિતેશ બારોટ (Standing Committee Chairman Hitesh Barot) અને સુએઝ અને વોટર સપ્લાય ચેરમેન જતીન પટેલ પણ તેમાં હાજર રહ્યાં હતાં. ભારે વરસાદના કારણે અમદાવાદ શહેર સાબરમતી નદી પર બાંધવામાં આવેલ વાસણા બેરેજનું લેવલ (Vasana barrage level) 132.50 ફૂટ નોંધતા વાસણા બેરેજના ગેટ નં 19,20,21 એમ કુલ મળીને 2 ફૂટ દરવાજા ખોલવામાં આવ્યા હતાં. કમિશનરે જણાવ્યું હતું કે સમગ્ર શહેરમાં 5 જગ્યા પર પાણી ભરાવાની ફરિયાદ મળી હતી અને 5 ઝાડ વૃક્ષો અને 3 મકાનો પડવાની ફરિયાદ આવી હતી.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST