thumbnail

કીમમાં વરસાદે સર્જી તારાજી, ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી

By

Published : Jun 23, 2022, 2:47 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

ગતરોજ સુરત જિલ્લામાં સારો વરસાદ (Monsoon Gujarat 2022 )વરસ્યો હતો,ત્યારે ઓલપાડના કીમમાં મેઘરાજાએ તોફાની પવન સાથે પધરામણી કરી હતી. ઠેર ઠેર નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. માત્ર ગણતરીની મિનિટોમાં કીમને ધમરોળી નાખ્યું હતુ. કીમ પંથકમાં (Rain in Surat)માત્ર પાંચ મિનિટ વાવાઝોડું આવતા ઠેર ઠેર તારાજી સર્જાઈ હતી. ઘણા વૃક્ષો ધરાશાયી થયા હતા તેમજ(Rain destroyed trees in Kim)પ્રભુ નગર સોસાયટી પાસે પતરા ઉડ્યા હતા અને એક દીવાલ પડી ગઈ હતી. પતરા નીચે બેસલ બે સફાઈ કામદાર મહિલા દબાઈ ગઈ હતી. સ્થાનિકો દ્વારા બન્ને મહિલાને બહાર કાઢવામાં આવી હતી અને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ત્યારે માત્ર પાંચ મિનિટ આવેલા વાવાઝોડા ઠેર ઠેર ભારે નુકસાન કર્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.