Rahul Gandhi : રાહુલ ગાંધીને સમર્થન આપવા વાંસદા ધારાસભ્ય અનંત પટેલ હાજર, શું કહ્યું જૂઓ - રાહુલ ગાંધી સુરત સેશન્સ કોર્ટમાં
🎬 Watch Now: Feature Video
સુરત : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી માનહાનિ કેસમાં બે વર્ષની સજા થવાના મામલામાં આજે કોર્ટ કાર્યવાહી માટે સુરત આવ્યાં છે. રાહુલ ગાંધી સુરત સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી કરી રહ્યાં છે. તેઓ તેમને સજાના ચૂકાદા અને સજાના અમલ સામે એમ બે પ્રકારની અરજીઓ સુરત સેશન્સ કોર્ટમાં કરી રહ્યાં છે. રાહુલ ગાંધીને સજા સમયે સજા સામે અપીલ કરવા માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જેને લઇને રાહુલ ગાંધી દ્વારા આ માટેની કાયદાકીય પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સુરત એરપોર્ટ પર પોતાના નેતાને આવકારવા માટે તત્પર જોવા મળ્યાં હતાં ત્યારે ઇટીવી ભારત સાથે વાતચીત કરી હતી.તેમણે કહ્યું કે અમે સત્યની લડાઇ લડી રહ્યાં છે. કોઇ વ્યક્તિ અન્યાય સામે લડી રહ્યાં છે તો અમારુ તેમને સમર્થન છે. તેઓ ઉપલી કોર્ટમાં પણ જશે તો પણ અમારું તેમને સમર્થન છે. બીજીતરફ રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓ સહિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના તમામ નેતા પણ સુરતમાં જોવા મળ્યાં હતાં. સુરતમાં એકપછી એક કોંગ્રેસના નેતાઓ આવી રહ્યા છે. અશોક ગહેલોતે શું કહ્યું રાજસ્થાન સીએમ અશોક ગહેલોતે સુરતમાં જણાવ્યું હતું કે હું જાણવા માંગુ છું કે જે કોગ્રેસના લોકો મહારાષ્ટ્ર,વડોદરા ભરૂચથી આવી રહ્યા હતા તેઓને શા માટે પકડવામાં આવ્યા છે. જો તેઓએ કોઈ હિંસા કરી હોય તો તમારો અધિકારી બંને છે. કોઈ શાંતિથી વિરોધ પ્રદર્શન કરે છે. ત્યારે પણ તમને શા માટે પેટમાં દુખે છે. આઝાદી પહેલાના સત્યાગ્રહનું નામ શું હતું. સત્ય માટે કરવામાં આવતો આગ્રહ. આજે કોંગ્રેસ સત્યાગ્રહ કરી રહ્યું છે. અમે સત્ય માટે આગ્રહ કરી રહ્યા છીએ. જે લોકો સત્તામાં છે તેમની પાસે અમે આગ્રહ કરી રહ્યા છીએ. જેને લઈને તમે વિરોધ કરવાવાળા લોકોને પકડી રહ્યા છો તો આ ખોટું છે. 2014માં નરેન્દ્ર મોદી દ્વારા વાયદાઓ કરવામાં આવ્યા હતા. બે કરોડ લોકોને રોજગારીની વાત કરવામાં આવી હતી. બ્લૅકમની દેશમાં લાવવામાં આવશે. બ્લૅક મની દેશમાંથી બહાર લઈ જનાર લોકો નીરવ મોદી, મેહુલ ચોકસી વગેરે જેવા લોકો છે.