Ahmedabad Rath Yatra 2023: જગન્નાથ મંદિરે પહોંચ્યો PM મોદીનો ખાસ પ્રસાદ, પ્રસાદ મોકલવાની પરંપરા PMએ દિલ્હી જઈને પણ જાળવી - Ahmedabad Rath Yatra 2023
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: હાલ ભગવાન જગન્નાથના 146મી રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. ભગવાનની નગરચર્યાની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન જગન્નાથ માટે વર્ષોની પરંપરા મુજબ પ્રસાદ મોકલી છે. પીએમ મોદીનો ભગવાન જગન્નાથ અને તેમની રથયાત્રા સાથે ખાસ સંબંધ રહેલો છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન મોદીએ રથયાત્રા નિમિતે પ્રસાદ મોકલી વર્ષોની પરંપરા નિભાવી છે. પીએમ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા ત્યારે તેઓ ભગવાન જગન્નાથ માટે પ્રસાદ લાવતા હતા. વડાપ્રધાન બન્યા બાદ પણ તેમને ભગવાનને પ્રસાદ મોકલવાની પરંપરા યથાવત રાખી છે. આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન જગન્નાથ માટે ખાસ પ્રસાદ મોકલવામાં આવ્યો છે. જે પ્રસાદ ભગવાનને અર્પણ કરવામાં આવશે. વડાપ્રધાન મોદીએ દિલ્હીથી રથયાત્રા નિમિત્તે પ્રસાદ મોકલાવાની પ્રથા જાળવી રાખતા 6 ટોકરીઓ ભરી પ્રસાદ મોકલાવ્યો છે. જેમાં જાંબુ, મગ, કેરી, કાકડીનો પ્રસાદ મોકલવામાં આવ્યો છે. પ્રસાદ આવતા જ ભગવાનને પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. જોકે આવતી કાલે ભગવાન જગન્નાથ રથ પર સવાર થઈને નગરચર્ચાએ નીકળવાના છે. ત્યારે ભગવાનના રથને મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા છે. અત્યારે મોટી સંખ્યામાં મંદિરમાં ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. આજે રાતે રથને શણગારવામાં આવશે અને ભગવાન જગન્નાથ આવતીકાલે સવારે આ રથમાં બિરાજીત થઈને નગરચર્ચાએ જશે.