વિશ્વ એઈડ્સ દિવસ નિમિતે પૂરીના દરિયા કિનારે સુંદર સેન્ડ સ્કલ્પચર તૈયાર કરાયું, જુઓ વીડિયો - પૂરીના દરિયા કિનારે

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Dec 1, 2023, 12:02 PM IST

પૂરીઃ આજે વિશ્વ એઈડ્સ દિવસ છે. આ દિવસે એઈડ્સ રોગ વિષયક જાગૃતિ ફેલાવતા અનેક કાર્યક્રમો યોજાય છે. અનેક કલાકારો પણ પોતાની કલાકૃતિ રજૂ કરીને એઈડ્સ રોગ વિશે જાગૃતિ અને સંદેશ ફેલાવવામાં મદદરુપ થાય છે. આવા જ એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સેન્ડ આર્ટિસ્ટ છે માનસકુમાર સાહુ. માનસકુમારે પૂરીના દરિયા કિનારે વિશ્વ એઈડ્સ દિવસ નિમિત્તે સુંદર સેન્ડ સ્ક્લ્પચર તૈયાર કર્યુ છે. તેમણે 'લેટ કોમ્યૂનિટીઝ લીડ'નો સંદેશ આ સ્ક્લ્પચર દ્વારા રજૂ કર્યો છે. એઈડ્સ રોગ વિશેની જાણકારી અને તેના સંદર્ભે લેવામાં આવતી સાવચેતીથી લોકો માહિતગાર બને તેના માટે આ કલાકારે આ સ્ક્લ્પચર તૈયાર કર્યુ છે. માનસકુમાર અગાઉ પણ અનેક સેન્ડ સ્કલ્પચર દ્વારા અનેક લોકજાગૃતિના સંદેશ ફેલાવવાના પ્રશંસનીય કાર્યો કરી ચૂક્યા છે. આ વર્ષે તેમણે એઈડ્સ જેવા જાતિય રોગ પર જાગૃતિ ફેલાવાનું નક્કી કર્યુ હતું. તેમણે તેના માટે દરિયા કિનારે સુંદર રેત શિલ્પ તૈયાર કર્યું છે. 

Israel Palestine War: પદ્મશ્રી સુદર્શન પટનાયકે શાંતિ અપીલ દર્શાવતું રેત શિલ્પ તૈયાર કર્યુ

Diwali 2023: પુરીના દરિયા કિનારે ભગવાન રામનું વિશાળ રેત શિલ્પ, સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે આપ્યો 'હેપ્પી દિવાલી'નો સંદેશ

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.