મન મોર બની થનગાટ કરે, નાનકડા બાળકે સુર તાલનો અદભુત સમન્વય કરતા લોકોના જીત્યા દિલ - Garba video viral
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો (Navratri festival) છે ત્યારે સૌ કોઈ માતાજીની આરાધના કરતા જોવા મળી રહ્યા છે. સતત ગરબાના આયોજનની વચ્ચે એક નાનું બાળક ગરબે રમતું હોય તેનો અદભુત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બાળકને હજુ પૂરતા પ્રમાણમાં વાચા પણ નહીં હોય તેમ છતાં આ બાળક જે પ્રકારે સૂર અને તાલ સાથે સંગત મિલાવીને (Navratri festival 2022) ગરબા ગાય રહ્યો છે. તે જોતાં જ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે. આ વિડીયો કયા ગામનો છે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ એક નાનકડું બાળક (Garba video viral) જેવી રીતે સુર અને તાલનો અદભુત સમન્વય સાધીને જે પ્રકારે ગરબા કરી રહ્યો છે તે જોતા આ વિડીયો પહેલી નજરમાં જોવાનો ગમી જાય છે. હાલ નવરાત્રીના સમયમાં આ બાળકનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે અને આ બાળક લોકોના દિલ જીતી રહ્યો છે. (Navratri festival child garba)
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST