Maha Aarti Of Umiya Mata: 35 હજારથી વધુ લોકોએ હાથમાં દીવડાઓ લઈને મા ઉમિયાની મહાઆરતી કરી
🎬 Watch Now: Feature Video
સુરત: ઉમિયાધામ મંદિરમાં આઠમ નિમિતે મહા આરતી કરવામાં આવી હતી. 35 હજારથી વધુ લોકોએ હાથમાં દીવડાઓ લઈને મહા આરતી કરી હતી જેને લઈને વાતાવરણમાં ભક્તિમય બન્યું હતું. હાલમાં નવલા નોરતા ચાલી રહ્યા છે અને આઠમનું નોરતું છે. સુરતના ઉમિયાધામ મંદિરમાં મહા આરતી કરવામાં આવી હતી. 35 હજારથી વધુ લોકો આ મહા આરતીમાં જોડાયા હતા. હાજર સૌ લોકો હાથમાં દીવડાઓ લઈને મહા આરતી કરતા અદભુત નજારો સામે આવ્યો હતો. દીવડાઓની રોશનીથી મંદિર ઝગમગી ઉઠ્યું હતું. સમગ્ર વાતારણ ભક્તિમય બન્યું હતું. મહત્વનું છે કે ઉમિયાધામ મંદિરમાં પરંપરાગત ગરબાનું આયોજન કરવામાં આવે છે જ્યાં મહિલાઓ માથે ગરબા લઇને ગરબે ઘૂમે છે. આઠમના દિવસે દર વર્ષે અહીં મહા આરતી કરવામાં આવે છે જેમાં હજારો લોકો હાથમાં દીવડાઓ લઇને મહા આરતીમાં જોડાયા હતા. જેને લઇને સમગ્ર મંદિર પરિસર દિવડાઓની રોશનીથી જગમગી ઉઠે છે. યોજાયેલી મહા આરતીમાં ગૃરાજ્યમંત્રી હર્ષ સંઘવી, સી.આર પાટીલ તેમજ સુરતના કલેકટર પણ ઉપસ્થિત રહ્યા હતા અને મહા આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.