વડોદરામાં નવરાત્રીમાં બબીતાજી ઉર્ફે મુનમુન દત્તા નવરાત્રીના રંગમાં રંગાયા, ખેલૈયાઓની પડાપડી - ખેલૈયાઓની પડાપડી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 1, 2022, 4:33 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

વડોદરામાં નવરાત્રી ( Navratri 2022 ) નું જોમ છવાયું છે અને ખેલૈયાઓ આ વખતે મન મુકીને ગરબે રમી રહ્યા છે. ત્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલ ફેમ બબીતાજી ઉર્ફે મુનમુન દત્તા ( Munmun Datta in Vadodara Graba) વડોદરાની મહેમાન બની હતી. ગઈ કાલ રાતે મુનમુન દત્તાએ વડોદરાના ગરબા માણ્યા હતાં. ટીવી સ્ટાર મુનમુન દત્તા કારેલીબાગ નવશક્તિ ગરબા મહોત્સવ ( Karilibaug Navshakti Garba Mahotsav ) ની મહેમાન બની હતી. જ્યાં તેને જોઇને ખેલૈયાઓ અભિભૂત થઇ ગયા હતાં. લોકોએ મુનમુન દત્તાની ઝલક પોતાના કેમેરામાં પણ કેદ કરી લીધી હતી. ગરબા ગ્રાઉન્ડમાં તેને જોવા માટે પડાપડી થઇ હતી. મુનમુન દત્તાના વર્ક ફ્રંટની વાત કરીએ તો, તે છેલ્લા 15 વર્ષથી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજીનો રોલ ( Babitaji in Tarak Mehta ka Ulta Chashma) કરી રહી છે. બબીતાજીના રોલમાં મુનમુન દત્તાને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો છે. જેઠાલાલ સાથેની બબીતાજીની મિત્રતા અને કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ આવે છે.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.