ચૂંટણીને લઈને મીડીયા માધ્યમો પર સતત નિરીક્ષણ - રાજકોટ મીડિયા કન્ટ્રોલ રૂમ
🎬 Watch Now: Feature Video
રાજકોટ વિધાનસભાની ચૂંટણીને લઈને આદર્શ આચાર (Rajkot assembly elections) સંહિતાના નિયમો મુજબ જિલ્લા તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી રહી છે, ત્યારે વિવિધ પ્રચાર માધ્યમો દ્વારા આચાર સંહિતાનો ભંગ ન થાય તે સુનિશ્ચિત કરવા મીડિયા સર્ટીફીકેશન અને મોનીટરીંગ કમિટીની (MCMC) રચના કરવામાં આવી છે. જે અન્વયે કલેકટર કચેરી ખાતે ત્રીજા માળે મીડિયા કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. રાજકોટ કલેકટર કચેરી (Monitoring committee in Rajkot) ખાતે ત્રણ શિફ્ટમાં આયોજન સાથે આશરે 45 લોકોના સ્ટાફ થકી 24 કલાક મીડિયા કન્ટ્રોલ રૂમમાં ઇલેક્ટ્રોનિક માધ્યમોનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. MCMCના સભ્ય સચિવના માર્ગદર્શન હેઠળ મીડિયા કન્ટ્રોલ રૂમમાં કામગીરી થઈ રહી છે. કોઈપણ પ્રકારના પેઇડ ન્યૂઝ કે મતદારોને પ્રલોભન આપતી બાબતોનું પ્રસારણ ન થાય તે નિયમિત સમયાંતરે સુનિશ્ચિત કરવામાં આવે છે. (Media certification Monitoring committee in Rajkot)
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST